Video: એકનાથ શિંદેની દિવાળી ઉજવણી

સોર્સ: gstv

જાલના જિલ્લાના ભીલપુરી ગામની મુલાકાત દરમિયાન નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેએ એક સામાન્ય ખેડૂતના ઘરે પહોંચીને તહેવારની ખુશીઓ વહેંચી હતી. તેમણે ખેડૂત પરિવાર સાથે જમીન પર બેસીને મહારાષ્ટ્રની પરંપરાગત વાનગી પીઠલા-ભાખરીનો આસ્વાદ માણ્યો હતો. આ પ્રસંગે તેમણે ખેડૂતોના પ્રશ્નો અને પરિસ્થિતિ અંગે તેમની સાથે સીધો સંવાદ સાધ્યો હતો. શિંદેની આ સાદગી અને ખેડૂત પરિવાર પ્રત્યેના પ્રેમને સ્થાનિક લોકોએ ખૂબ બિરદાવ્યો હતો. આ ઉજવણીથી ગામમાં આનંદ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો

આ સમાચાર શેર કરો

જાહેરાત