Video: અંધેરીમાં દિવાળીની રોનક

મુંબઈના અંધેરી વિસ્તારમાં દિવાળી પર્વને લઈને ઉત્સાહ અને રોનક જોવા મળી રહી છે. દિવાળી પહેલાં બજારોને રંગબેરંગી રોશની અને આકર્ષક લાઇટિંગથી શણગારવામાં આવ્યા છે. બજારમાં ખરીદી માટે લોકોની ભારે ભીડ ઉમટી રહી છે. કપડાં, ઘર સજાવટની વસ્તુઓ દીવા તોરણ અને રંગોળીની સામગ્રીની દુકાનો પર ગ્રાહકોની ચહલપહલ જોવા મળી રહી છે. વેપારીઓમાં પણ દિવાળીના તહેવારને લઈને ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સાંજ પડતાં જ ઝગમગતી લાઇટોથી અંધેરીના બજારોનું વાતાવરણ વધુ આકર્ષક બની રહ્યું છે. દિવાળીની ખરીદી સાથે સમગ્ર વિસ્તારમાં ઉત્સવનો માહોલ છવાયો છે.
જાહેરાત







