Video: ગાઝિયાબાદ વસુંધરા પોલીસ ચોકી પર એલિવેટેડ રોડ પરથી વિસ્ફોટક ફેંકાયો: NIAની તપાસ શરુ

ગાઝિયાબાદના ઇન્દિરાપુરમ થાણા ક્ષેત્રની વસુંધરા પોલીસ ચોકીમાં શુક્રવારે મોડી રાત્રે અચાનક થયેલા ધમાકાથી સમગ્ર વિસ્તારમાં સનસનાટી મચી ગઈ છે.મધરાતે થયેલા બ્લાસ્ટના કારણે ચોકીના બે રૂમની બારીઓના કાચ તૂટી ગયા હતા અને દીવાલોમાં પણ તિરાડો પડી ગઈ હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખીને શનિવારે સવારે પોલીસ કમિશનર જે. રવીન્દ્ર ગૌડ અને NIA સહિત IB જેવી કેન્દ્રીય તપાસ એજન્સીઓની ટીમ ઘટનાસ્થળે તપાસ માટે પહોંચી ગઈ છે. પોલીસની પ્રાથમિક તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે નજીક આવેલા એલિવેટેડ રોડ પરથી કોઈ અજાણ્યા શખ્સો દ્વારા ચોકી તરફ વિસ્ફોટક ફેંકવામાં આવ્યો હતો. બીજી તરફ 'તહરીક-ઉલ-મુજાહિદીન હિંદુસ્તાન' નામના સંગઠને આ વિસ્ફોટની જવાબદારી સ્વીકારી છે..પોલીસ કમિશનરે તમામ એજન્સીઓ સાથે મળીને ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી કડક કાર્યવાહીની ખાતરી આપી છે.
જાહેરાત





