Video: મધ્યપ્રદેશના વિદિશા જિલ્લાના ગંજબાસોદામાં ફટાકડા બજારમાં ભયાનક આગ

સોર્સ: gstv

ગુરુવારે સાંજે એક દુકાનમાં અચાનક આગ ફાટી નીકળી હતી, જેણે જોતજોતામાં આસપાસની ત્રણ દુકાનોને પણ ઝપેટમાં લઈ લીધી હતી. ધડાકા સાથે આગ ભડકતા જ લોકો જીવ બચાવવા માટે ભાગદોડ કરવા લાગ્યા હતા. પ્રાથમિક તપાસમાં આગનું કારણ શોર્ટ સરકિટ હોવાનું સામે આવ્યું છે. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી. બજારમાં પહોંચવામાં લગભગ ૨૦ મિનિટનો સમય લાગ્યો હોવા છતાં, સમયસર આગ પર કાબૂ મેળવી લીધો હતો. સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાની થઈ નથી. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસ કાફલો અને કલેક્ટર અંશુલ ગુપ્તાએ સ્થળ પર પહોંચી પરિસ્થિતિની સમીક્ષા કરી હતી.

આ સમાચાર શેર કરો

જાહેરાત