Video: મહિલાઓની અનોખી પહેલ

રાજસ્થાનના જયપુરથી દિવાળીના તહેવાર નિમિત્તે 10 લાખ પર્યાવરણને અનુકૂળ ગાયના છાણના દીવડા મોરિશિયસ મોકલવામાં આવ્યા છે. આ પહેલ દ્વારા ભારતીય પરંપરા અને પર્યાવરણ સંરક્ષણનો સંદેશ વિદેશ સુધી પહોંચાડવામાં આવી રહ્યો છે. ખાસ વાત એ છે કે આ દીવડાઓનું ઉત્પાદન 70થી વધુ સ્વસહાય જૂથો સાથે જોડાયેલી મહિલાઓ દ્વારા કરવામાં આવ્યું છે. આ કામગીરીથી મહિલાઓને રોજગારી અને આર્થિક સશક્તિકરણની તક મળી છે. ગાયના છાણમાંથી બનેલા આ દીવડા પરંપરાગત ઉજવણી સાથે પર્યાવરણને અનુકૂળ વિકલ્પ પૂરો પાડે છે. જયપુરની આ પહેલથી સ્થાનિક મહિલાઓની આવક વધારવાની સાથે ભારતીય હસ્તકલાને આંતરરાષ્ટ્રીય ઓળખ મળી રહી છે.
જાહેરાત







