Video: દેશભરમાં બદલાયા હવામાનના મિજાજ: ચક્રવાતી તોફાન મુરાસુ નબળું પડ્યું, ૧૩ રાજ્યોમાં વરસાદની ચેતવણી જારી કરી

સોર્સ: gstv

દેશના અલગ અલગ ક્ષેત્રોમાં પશ્ચિમી વિક્ષેપ અને ચક્રવાતી પરિભ્રમણ સક્રિય છે. હવામાન વિભાગ દ્વારા આગામી ૪ નવેમ્બર માટે દેશના ૧૩ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં વરસાદની ચેતવણી આપવામાં આવી છે. દિલ્હી-એનસીઆર પંથકમાં વરસાદી માહોલ થંભી જતાં હવે વાયુ પ્રદૂષણમાં તીવ્ર વધારો નોંધાયો છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી ૮ નવેમ્બર સુધી અહીં આકાશ મોટે ભાગે સ્વચ્છ રહેશે અને મહત્તમ તાપમાન ૨૭ થી ૨૯ ડિગ્રી સેલ્સિયસ વચ્ચે રહેશે. આવતીકાલે સવારના સમયે હળવું ધુમ્મસ જોવા મળી શકે છે જ્યારે લઘુત્તમ તાપમાન ૧૪ થી ૧૬ ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની સંભાવના છે. દિલ્હીમાં હાલ વરસાદની કોઈ શક્યતા ન હોવાથી હવામાન સંપૂર્ણપણે સૂકું રહેશે.

આ સમાચાર શેર કરો

જાહેરાત