Video: કેરળના તિરુવનંતપુરમમાં અરાજકતા હટાવોના નારા સાથે ભાજપનું શક્તિ પ્રદર્શન

કેરળની રાજધાની તિરુવનંતપુરમમાં ભાજપ દ્વારા 'લોકતંત્ર બચાવો, અરાજકતા હટાવો'ના નારા સાથે લોકતંત્ર બચાવ કૂચ યોજવામાં આવી હતી. આ કૂચમાં ભાજપના અનેક વરિષ્ઠ નેતાઓ અને કાર્યકરોએ ભાગ લીધો હતો. પૂર્વ મિઝોરમ રાજ્યપાલ કુમ્મનમ રાજશેખરન, ભાજપના પ્રદેશ મહામંત્રી અનુપ એન્ટની જોસેફ અને પ્રદેશ અધ્યક્ષ રાજીવ ચંદ્રશેખર સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. લોકશાહીની રક્ષા અને અરાજકતા સામે અવાજ ઉઠાવવાના સંદેશ સાથે ભાજપ દ્વારા આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
જાહેરાત








