Video: પ્રદૂષણ વધતાં નોઈડા-દિલ્હી બોર્ડર પર BS-VI થી નીચેના વાહનો પર રોક

દિલ્હી-NCR ક્ષેત્રમાં વાયુ પ્રદૂષણનું સ્તર અત્યંત ચિંતાજનક સપાટીએ પહોંચતાં નોઈડા ટ્રાફિક પોલીસે નોઈડા-દિલ્હી બોર્ડર પર તપાસ ઝુંબેશ સઘન બનાવી દીધી છે. વધતા પ્રદૂષણને રોકવા માટે GRAP ના નિયમો હેઠળ BS-VI ધોરણોથી નીચેના વાહનોના પ્રવેશ પર કડક નિયંત્રણો લાદી દેવામાં આવ્યા છે. સરહદ પર તૈનાત ટ્રાફિક પોલીસની ટીમ દ્વારા તમામ આવતા-જતા વાહનોનું ઝીણવટભર્યું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે અને નિયમોનું ઉલ્લંઘન કરનારા વાહનોને પરત મોકલવાની સાથે ભારે દંડ ફટકારવામાં આવી રહ્યો છે. પ્રશાસને લોકોને જાહેર પરિવહનનો ઉપયોગ કરવા અને પ્રદૂષણ રોકવામાં સહયોગ આપવા ખાસ અપીલ કરી છે
જાહેરાત






