મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

Video: અયોધ્યા સરયૂ ઘાટે સ્વચ્છતા અભિયાન

સોર્સ: gstv

અયોધ્યામાં આગામી ભવ્ય દીપોત્સવ પર્વને સ્વચ્છ અને સુંદર વાતાવરણમાં ઉજવવા માટે વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓ તેજ કરી દેવામાં આવી છે. સરયૂ નદીના ઘાટ અને રામ કી પૈડી પરિસરમાં મોટું સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. સેંકડો સફાઈ કર્મચારીઓ અને સ્વયંસેવકો ઘાટોની સફાઈમાં જોતરાયા છે. શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓને સ્વચ્છ પર્યાવરણ મળી રહે તે હેતુથી કચરાનો નિકાલ કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત ઘાટોની સુશોભન કામગીરી પણ જોરશોરથી ચાલી રહી છે.

આ સમાચાર શેર કરો