મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

Video: અગરતલામાં રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી

સોર્સ: gstv

ત્રિપુરાના અગરતલામાં એમ.આર. દેબબર્મા સ્મૃતિ સ્ટેડિયમ ખાતે રાષ્ટ્રીય એકતા દિવસની પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી માણિક સાહાએ ઉપસ્થિત રહી પરેડનું નિરીક્ષણ કર્યું હતું. સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. પરેડમાં વિવિધ સુરક્ષા દળો અને ટુકડીઓએ ભાગ લીધો હતો. કાર્યક્રમમાં રાષ્ટ્રીય એકતા અખંડિતતા અને દેશની સુરક્ષાનો સંદેશ આપવામાં આવ્યો હતો.

આ સમાચાર શેર કરો