Video: ‘દિલ્હીમાં ભાઈ-ભાઈ, પંજાબમાં ભ્રષ્ટ!’: સંબિત પાત્રાએ રાહુલ-કેજરીવાલની ‘દોસ્તી’ના લીરેલીરા ઉડાડ્યા!

સોર્સ: gstv

રાહુલ ગાંધી દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ચર્ચા માટે આપવામાં આવી રહેલા પડકારો સામે ભાજપના વરિષ્ઠ પ્રવક્તા અને સાંસદ સંબિત પાત્રાએ જોરદાર વળતો પ્રહાર કર્યો છે. તેમણે વિપક્ષી 'ઇન્ડિયા ગઠબંધન'ની એકતા પર સવાલો ઉઠાવતાં રાહુલ ગાંધીને વડાપ્રધાન સાથે નહીં, પરંતુ પોતાના જ ગઠબંધન સહયોગીઓ સાથે ડિબેટ કરવાની સલાહ આપી છે.

સંબિત પાત્રાએ રામલીલા મેદાનની રેલીનો ઉલ્લેખ કરતાં કહ્યું કે, "તાજેતરમાં કહેવાતા 'ઇન્ડી એલાયન્સ'ના તમામ નેતાઓ રામલીલા મેદાનમાં એકઠા થયા હતા. તેમણે દાવો કર્યો હતો કે ત્યાં ૧૦ લાખ લોકો આવશે, પરંતુ વાસ્તવમાં ત્યાં 20000થી વધુ લોકો પણ નહોતા. આ આખા ઇન્ડી ગઠબંધનની સંયુક્ત તાકાત છે!"

જાહેરાત

'કેજરીવાલ સાથે ડિબેટ કરો': સંબિત પાત્રા

રાહુલ ગાંધી પર સીધો નિશાન સાધતા સંબિત પાત્રાએ કહ્યું કે, "જો રાહુલ ગાંધીને ડિબેટ જ કરવી હોય તો તેમણે પોતાના કહેવાતા ગઠબંધન સાથી સાથે કરવી જોઈએ. તમે કહો છો કે અરવિંદ કેજરીવાલ તમારા મિત્ર છે અને ઇન્ડી એલાયન્સનો ભાગ છે. પરંતુ ગઈકાલે જ તમે ખુદ કહ્યું હતું કે જો કોઈ સૌથી ભ્રષ્ટ સરકાર હોય તો તે પંજાબની અરવિંદ કેજરીવાલ સરકાર છે. દિલ્હીમાં તમે બંને ભાઈઓની જેમ ફરો છો અને પંજાબ જતાં જ તેમની સરકારને સૌથી ભ્રષ્ટ ગણાવો છો. તો પછી સાચું શું છે? તમે સાથે છો કે અલગ? આ એવો વિષય છે જેના પર ડિબેટ થવી જોઈએ."

આ સમાચાર શેર કરો

જાહેરાત