Video: મથુરામાં 520 યુગલોએ સામૂહિક લગ્ન સમારોહમાં પ્રભુતામાં પગલાં માંડ્યાં

સોર્સ: gstv

ઉત્તર પ્રદેશના મથુરામાં 520 યુગલોએ સામૂહિક લગ્ન સમારોહમાં પ્રભુતામાં પગલાં માંડ્યાં હતા. આ ભવ્ય સમારોહમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને નવદંપતીઓને આશીર્વાદ આપ્યા હતા. લગ્ન દરમિયાન પરંપરાગત સાત ફેરા અને સાત વચનોની સાથે યુગલોએ આઠમું વચન પણ લીધું હતું. આ આઠમા વચન દ્વારા નવદંપતીઓએ લગ્નજીવનમાં પરસ્પર સાથ, સહયોગ અને જવાબદારી નિભાવવાનો સંકલ્પ કર્યો હતો. સમારોહમાં વહીવટી અધિકારીઓ અને રાજકીય આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે નવદંપતીઓના ચહેરા પર ખુશી જોવા મળી હતી અને સમગ્ર કાર્યક્રમ ઉત્સાહભેર સંપન્ન થયો હતો.

આ સમાચાર શેર કરો

જાહેરાત