મુખ્ય સામગ્રી પર જાઓ
બુલેટિન

Video: AFTER NOON NEWS/ ચીન, પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાં ધરતીકંપ, એકનાથ શિંદે અને શ્રીકાંત શિંદેએ ભાજપ પાસેથી લીધા રૂ. 500 કરોડ

સોર્સ: gstv


1 ચીન, પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાં ધરતીકંપ, તિબેટમાં ભૂકંપથી 16 લોકોનાં મોત

ચીન, પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાં 4.1 થી 4.9ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા હતા. બીજી તરફ, તિબેટમાં ગુરુવારે સાંજે 7ની તીવ્રતાના વિનાશક ભૂકંપથી ભારે તબાહી મચી

2 અમેરિકામાં મેટાને 2.3 લાખ કરોડ રૂપિયાનો તોતિંગ દંડ ફટકારાયો

ન્યૂ મેક્સિકો કોર્ટે મેટા પર 25 અબજ ડોલરનો રેકોર્ડ દંડ ફટકાર્યો છે. કેમ્બ્રિજ એનાલિટિકા ડેટા કૌભાંડ કેસમાં કોર્ટે મેટાને યુઝર્સને ગેરમાર્ગે દોરવા અને પ્રાઈવસી ભંગ બદલ જવાબદાર ઠેરવી છે. ટેકનોલોજીના ઇતિહાસમાં આ સૌથી મોટો દંડ

3 એકનાથ શિંદે અને શ્રીકાંત શિંદેએ ભાજપ પાસેથી લીધા રૂ. 500 કરોડ

મનોજ જરાંગેએ જાહેર કર્યો કથિત ઓડિયો ક્લિપ. આ વાયરલ ઓડિયો ક્લિપમાં ગંભીર દાવો કરવામાં આવ્યો છે કે મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેએ મનોજ જરાંગેને આપવા માટે BJP પાસેથી રૂ. 500 કરોડ લીધા હતા!

4  બિહાર અને યુપી સહિત ૪ રાજ્યોમાં ૨૮ એમએલસી (MLC) બેઠકો માટે મતદાન

UP, બિહાર, કર્ણાટક અને મહારાષ્ટ્રમાં વિધાન પરિષદની ૨૮ બેઠકો માટે આજે  મતદાન બિહારની ૮, કર્ણાટકની ૪, મહારાષ્ટ્રની ૫ અને ઉત્તર પ્રદેશની ૧૧ બેઠકોનો સમાવેશ થાય છે.

5 શાળાના કેમ્પસમાં જીવતો વાયર તૂટ્યો

તાપીના વાલોડ તાલુકાના ભીમપોર ગામની પ્રાથમિક શાળાના કેમ્પસમાં શેડ પર જીવંત વીજતાર તૂટી પડતા અફરાતફરી મચી ગઈ. સદનસીબે 29 બાળકો સુરક્ષિત છે, પરંતુ વીજતંત્રની બેદરકારી સામે ગ્રામજનોમાં ભારે રોષ છે. 

6 પંચમહાલના ₹૨.૭૮ કરોડના શિક્ષણ કૌભાંડમાં નવો વળાંક!

 હાઈકોર્ટમાંથી રાહત મળતા જ વિવાદિત ડીપીઈઓ ગાયત્રીબેન પટેલ રજા પૂરી થયા પહેલાં જ ફરજ પર પાછા ફર્યા: અચાનક ડ્યુટી પર હાજર થતાં શિક્ષણ જગતમાં ભારે ચર્ચા જાગી છે કૌભાંડનો મામલો ફરી એકવાર ચર્ચામાં 

આ સમાચાર શેર કરો