છૂટાછેડાના 10 વર્ષ બાદ અભિનેતાએ ફરી વસાવ્યું ઘર, કવિતા બેનર્જી બની જીવનસાથી

જાણીતા ટીવી અભિનેતા નંદિશ સિંહ સંધુએ 44 વર્ષની વયે અભિનેત્રી કવિતા બેનર્જી સાથે બીજા લગ્ન કરીને નવી જિંદગીની શરૂઆત કરી છે. બંનેએ ગત 14 નવેમ્બર, 2026ના રોજ કોલકાતા ખાતે પરંપરાગત બંગાળી રીત-રિવાજો મુજબ પ્રભુતામાં પગલાં પાડ્યાં હતાં.
સોશિયલ મીડિયા પર તસવીરો વાયરલ
લગ્નમાં નંદિશ મરૂન એમ્બ્રોઈડરીવાળા ગોલ્ડન કુર્તા-પાયજામામાં, જ્યારે કવિતા મરૂન-ગોલ્ડન સાડી, પરંપરાગત સોનાના દાગીના, ચૂડો અને કલીરામાં અત્યંત સુંદર લાગતી હતી. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી તસવીરોમાં નંદિશ કવિતાની માંગમાં સિંદૂર પૂરતો અને મંડપમાં બંને એકબીજાને પ્રેમથી નિહારતાં જોવા મળ્યાં હતાં.
નંદિશ સંધુએ કર્યા બીજા લગ્ન
ઉલ્લેખનીય છે કે, નંદિશ સંધુના આ બીજા લગ્ન છે. અગાઉ વર્ષ 2012માં તેણે પ્રખ્યાત ટીવી અભિનેત્રી રશ્મિ દેસાઈ સાથે લગ્ન કર્યાં હતાં, પરંતુ મતભેદોને કારણે વર્ષ 2016માં બંનેના છૂટાછેડા થઈ ગયા હતા. હવે તલાકના આશરે 10 વર્ષ બાદ નંદિશે પોતાના કરતાં 11 વર્ષ નાની કવિતા બેનર્જીને જીવનસાથી બનાવીને ફરી ઘર વસાવ્યું છે, જે બદલ ચાહકો અને સેલેબ્સ તેમને શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે.






