Video: રાજસ્થાનના અનુપગઢના રામસિંહપુરમાં રેલવે બ્લાસ્ટ કાવતરાની તપાસ દરમિયાન બે બોમ્બ જેવી શંકાસ્પદ વસ્તુઓ મળી

રાજસ્થાનના અનુપગઢ સ્થિત રામસિંહપુર વિસ્તારમાં રેલવે ટ્રેક પર વિસ્ફોટ કરવાના કાવતરાની ચાલી રહેલી તપાસમાં સુરક્ષા એજન્સીઓને મોટી સફળતા મળી છે બે બોમ્બ જેવી શંકાસ્પદ વસ્તુઓ મળી આવી છે. આ શંકાસ્પદ વસ્તુઓ મળી આવતા જ પોલીસ અને સુરક્ષા દળોમાં દોડધામ મચી ગઈ હતી અને સમગ્ર વિસ્તારમાં હાઈ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડને તાત્કાલિક ઘટનાસ્થળે બોલાવીને આ વસ્તુઓની ઝીણવટભરી તપાસ શરૂ કરવામાં આવી છે. હાલ પોલીસ અને સુરક્ષા એજન્સીઓ દ્વારા આ કાવતરા પાછળ કોનો હાથ છે તે દિશામાં સઘન પૂછપરછ અને તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.
જાહેરાત







