Video: વારાણસીના અસ્સી ઘાટ પર છઠ્ઠ મહાપર્વના ત્રીજા દિવસે શ્રદ્ધાળુઓની ભારે ભીડ

ઉત્તરપ્રદેશના વારાણસીમાં લોકઆસ્થાના મહાપર્વ છઠ્ઠ પૂજાની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે. છઠ્ઠ મહાપર્વના ત્રીજા દિવસે વારાણસીના પ્રસિદ્ધ અસ્સી ઘાટ પર મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. વ્રતધારી મહિલાઓ પરંપરાગત વસ્ત્રોમાં સજ્જ થઈ ગંગા નદીના કિનારે પહોંચી હતી અને અસ્ત થતા સૂર્યદેવને સંધ્યા અર્ઘ્ય અર્પણ કર્યું હતું. આ દરમિયાન ઘાટ પર છઠ્ઠી મૈયાનાં ભક્તિગીતો અને ધાર્મિક મંત્રોચ્ચારથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. શ્રદ્ધાળુઓએ ફળ, ફૂલ, નાળિયેર, શેરડી અને વિવિધ પ્રસાદથી સજાવેલી પૂજાની ટોપલીઓ સાથે સૂર્યદેવની આરાધના કરી હતી.
જાહેરાત







