Video: પાકિસ્તાનને હરાવીને અંડર-19 એશિયા કપની ટ્રોફી ભારતે જીતી લીધી

અંડર-19 એશિયા કપની અત્યંત રોમાંચક અને રસાકસી ભરેલી ફાઇનલ મેચમાં ભારતીય યુવા ટીમની શાનદાર જીત થઈ છે. ભારતે પાકિસ્તાનને 1 વિકેટથી પરાજય આપીને ટ્રોફી પોતાના નામે કરી લીધી છે, જેના કારણે સમગ્ર દેશમાં ઉત્સાહનો માહોલ છવાઈ ગયો છે. આ ઐતિહાસિક વિજય બાદ ઉત્તર પ્રદેશના ગોંડા ખાતે સ્થિત ભારતીય કેપ્ટન લક્ષ્ય રાયચંદાનીના નિવાસસ્થાને ભવ્ય ઉજવણી જોવા મળી હતી. કેપ્ટનના ઘર બહાર મોટી સંખ્યામાં એકત્ર થયેલા પ્રશંસકોએ ઢોલ-નગારાના તાલે નાચીને અને ફટાકડા ફોડીને જીતનો જશ્ન મનાવ્યો હતો.
જાહેરાત






