Video: દિલ્હીના પ્રદૂષણ મુદ્દે NSUIનું ઉગ્ર વિરોધ પ્રદર્શન

સોર્સ: gstv

દેશની રાજધાની દિલ્હીમાં સતત બગડતી હવાની ગુણવત્તા અને વધતા પ્રદૂષણના વિરોધમાં નેશનલ સ્ટુડન્ટ્સ યુનિયન ઓફ ઈન્ડિયા દ્વારા ઉગ્ર પ્રદર્શન કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં એકઠા થયેલા વિદ્યાર્થી કાર્યકરોએ હાથમાં બેનરો અને પોસ્ટરો લઈને સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. પ્રદર્શનકારીઓએ આક્ષેપ કર્યો હતો કે પ્રદૂષણ નિયંત્રણ માટે નક્કર પગલાં લેવામાં તંત્ર નિષ્ફળ રહ્યું હતું . પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે ઘટનાસ્થળે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.

આ સમાચાર શેર કરો

જાહેરાત