Video: ગોરખપુરમાં 'એક દીયા શહીદો કે નામ' કાર્યક્રમ, સીએમ યોગી આદિત્યનાથે આપી શ્રદ્ધાંજલિ

સોર્સ: gstv

ઉત્તર પ્રદેશના ગોરખપુરમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે 'એક દીયા શહીદો કે નામ' કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં દેશ માટે સર્વોચ્ચ બલિદાન આપનારા શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ પ્રસંગે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે શહીદોની સ્મૃતિમાં દીપ પ્રજ્વલિત કર્યા હતા. કાર્યક્રમ દરમિયાન કુલ 11 હજાર દીવડાઓ પ્રગટાવી શહીદોને અનોખી રીતે નમન કરવામાં આવ્યું હતું. દીવડાઓના પ્રકાશથી સમગ્ર કાર્યક્રમ સ્થળ ઝળહળી ઊઠ્યું હતું અને દેશભક્તિનો માહોલ સર્જાયો હતો. મોટી સંખ્યામાં લોકો આ કાર્યક્રમમાં જોડાઈ શહીદોના બલિદાનને યાદ કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

આ સમાચાર શેર કરો

જાહેરાત