Video: મુંબઈમાં હવાની ગુણવત્તા કથળી: બાંદ્રા રેકલેમેશન વિસ્તારમાં ઝાંકળ અને સ્મોગની જાડી ચાદર, દ્રશ્યતા ઘટી

દેશની આર્થિક રાજધાની મુંબઈમાં પ્રદૂષણનું સ્તર વધતાં હવાની ગુણવત્તા ગંભીર સ્તરે પહોંચી ગઈ છે. મુંબઈના પોશ ગણાતા બાંદ્રા રેકલેમેશન વિસ્તારમાંથી સવારના સમયે ગાઢ ધુમ્મસ અને સ્મોગની જાડી ચાદર છવાયેલી હોવાના દૃશ્યો સામે આવ્યા છે ઝેરી સ્મોગના કારણે લોકોને શ્વાસ લેવામાં તકલીફ અને આંખોમાં બળતરાની ફરિયાદો પણ ઉઠવા પામી છે. પર્યાવરણ અને તબીબી નિષ્ણાતોએ પણ લોકોને સવારના સમયે બિનજરૂરી બહાર ન નીકળવા અને જરૂરી સાવચેતી રાખવા સલાહ આપી છે.
જાહેરાત






