સરકારી કર્મીની ફરજિયાત નિવૃત્તિ એ કોઇ સજા નથી, સુપ્રીમ કોર્ટનો મહત્તવનો નિર્ણય

ચૂંટણીમાં નેતા ખોટું બોલે તો મતદાર FIR કરી શકશે, ચૂંટણી પંચની મંજૂરી જરૂરી નહીં
તસવીર: gstv
આ સમાચાર સાંભળો

છત્તીસગઢની સરકાર દ્વારા પોતાના ચાર કર્મચારીઓને ફરજિયાત નિવૃત્ત કરવાનો આદેશ કરાયો હતો જેને સુપ્રીમ કોર્ટે યોગ્ય ઠેરવ્યો હતો. સાથે જ કહ્યું છે કે ફરજિયાત નિવૃત્તિનો આદેશ કોઇ સજા નથી કે ના તો આદેશના આધારે કર્મચારીના વર્તન પર કોઇ શંકા જાય છે.

છત્તીસગઢ સરકારે પોતાના પાંચ કર્મચારીઓને ફરજિયાત નિવૃત્ત કરી દેતો આદેશ જારી કર્યો હતો, રાજ્ય સરકારે એવી દલીલ કરી હતી કે આ કર્મચારીઓની સેવાનું હવે કોઇ જાહેર હિત રહેતું નથ તેથી તેમને નિવૃત્ત કરી દેવામાં આવ્યા છે. આ નિર્ણયને યોગ્ય ઠેરવતા સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે ફરજિયાત નિવૃત્ત કરી દેવાથી કર્મચારીના ચરિત્ર પર કોઇ જ લાંછન નથી લાગતું.

જાહેરાત

સાથે જ સુપ્રીમે કહ્યું હતું કે ફરજિયાત નિવૃત્ત કરી દેવાના આદેશથી કર્મચારીના વર્તન પર પણ કોઇ જ શંકા નથી જતી, ના તો આવા આદેશને ગેરવર્તનની સજા તરીકે જોવાની જરૂર છે.મુખ્યત્વે એ જોવાનું રહે છે કે ખરેખર જે વ્યક્તિને નિવૃત્ત કરી દેવામાં આવી છે તેની કોઇ જરૂર છે કે પછી તે એક નકામી વ્યક્તિ બનીને રહી ગઇ છે? જોકે આવા નિર્ણયો માટે આધાર પણ હોવો જોઇએ. આ પહેલા છત્તીસગઢ હાઇકોર્ટે પણ રાજ્ય સરકારના નિર્ણયને યોગ્ય ઠેરવ્યો હતો.

આ સમાચાર શેર કરો

જાહેરાત