Video: EVENING BULLETIN / રશિયન ક્રૂડ બેન પર ટ્રમ્પના સવાલ, સરકારી યોજનાઓમાં વોટર ID પર વિવાદ, સોમનાથ: નોન-વેજ પર પ્રતિબંધ યથાવત્

સોર્સ: gstv

રશિયન ક્રૂડ બેન પર ટ્રમ્પના સવાલ

 અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયન પેટ્રોલિયમ પરના પ્રતિબંધના કાયદાને અત્યંત ખરાબ ગણાવ્યો છે. નીતિમાં ફેરફાર કર્યા વિના તેમણે બાઇડેન શાસનના આ કાયદાની સમીક્ષા કરવાની ખાતરી આપી છે.

ટાપુ પર આતંકીઓની જળ-તાલીમ

 પાકિસ્તાનના કરાચી નજીક આવેલા ચારના ટાપુ પર પ્રવાસનની આડમાં લશ્કર-એ-તૈયબાના આતંકીઓને સ્કૂબા ડાઇવિંગ અને દરિયાઈ હુમલાની ખતરનાક તાલીમ અપાઈ રહી હોવાનો પર્દાફાશ થયો છે.

જાહેરાત

કર્મભૂમિ એક્સપ્રેસમાં ભીષણ આગ

 પંજાબના રાજપુરા નજીક કર્મભૂમિ એક્સપ્રેસ ટ્રેનના ચાર કોચમાં અચાનક ભીષણ આગ ભડકી ઊઠી હતી. ટ્રેનમાંથી ધુમાડાના ગોટેગોટા નીકળતાં મુસાફરોમાં ભારે નાસભાગ અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

સરકારી યોજનાઓમાં વોટર ID પર વિવાદ

 કેન્દ્ર સરકારે પંચાયતી રાજ યોજનાઓ માટે અન્ય ઓળખ પુરાવાને બદલે વોટર ID ફરજિયાત કરવાની જાહેરાત કરતાં વિવાદ સર્જાયો છે. રાહુલ ગાંધીએ તેને મોટું ષડયંત્ર ગણાવી સામાન્ય જનતાના અધિકારો જોખમાવાનો આક્ષેપ કર્યો છે.

સોમનાથ: નોન-વેજ પર પ્રતિબંધ યથાવત્

સોમનાથ મંદિર પરિસરમાં માંસાહારના વેચાણ અને સંગ્રહ પરનો પ્રતિબંધ યથાવત્ રહેશે. હાઇકોર્ટના આદેશ વિરુદ્ધ કરાયેલી અરજી પર હસ્તક્ષેપ કરવાનો સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ ઇનકાર કરી દીધો છે.

જૂનાગઢ: સરપંચ ચૂંટણી પરિપત્ર સામે બગાવત

જૂનાગઢના માળિયા હાટીનામાં સરપંચ ચૂંટણીમાં બેઠકોની ફાળવણી મુદ્દે વિવાદ વકર્યો છે. ભાજપના જ જિલ્લા પંચાયત ચેરમેને પોતાની સરકારના પરિપત્ર સામે મોરચો માંડી મામલતદારને રજૂઆત કરી છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત