મુખ્ય સામગ્રી પર જાઓ
બુલેટિન

Video: EVENING BULLETIN / ટ્રમ્પ અમેરિકામાં સત્તા ગુમાવશે? વોટ ચોરી મુદ્દે રાહુલ ગાંધીનો પ્રહાર, દશેરાએ ફાફડા-જલેબી મોંઘા

ફ્રાન્સ હિંસાની આગમાં હોમાયું

વધતી મોંઘવારી અને શાળાઓની બદહાલ સ્થિતિ સામે ફ્રાન્સમાં જનઆક્રોશ ભભૂકી ઊઠ્યો છે. પેરિસ સહિત દેશભરમાં ૫.૫ લાખ લોકો રસ્તા પર ઊતરી આવતા જોરદાર હિંસા ફાટી નીકળી હતી. સ્થિતિ વણસતાં પોલીસે અત્યાર સુધીમાં ૧,૨૦૦થી વધુ તોફાનીઓની ધરપકડ કરી છે. 

ટ્રમ્પ અમેરિકામાં સત્તા ગુમાવશે?

ઈઝરાયલના પ્રમુખ બેન્જામિન નેતન્યાહૂએ આશંકા વ્યક્ત કરી છે કે આગામી બે વર્ષમાં અમેરિકામાં ઈઝરાયલ-વિરોધી પ્રમુખ સત્તા પર આવી શકે છે. જેથી ઈઝરાયલે ટ્રમ્પના બાકી કાર્યકાળમાં ભારત અને લેટિન અમેરિકા જેવા શક્તિશાળી દેશો સાથે નવા ગઠબંધન રચવા પડશે.

મણિપુરમાં CM આવાસ બહાર હોબાળો

મણિપુરમાં હાલમાં હિંસા બાદ તણાવ ચરમસીમાએ પહોંચ્યો છે. ઇમ્ફાલમાં મુખ્યમંત્રી વાય. ખેમચંદ સિંહના નિવાસસ્થાન બહાર પ્રદર્શનકારીઓએ મૃતદેહ મૂકીને ઉગ્ર હોબાળો મચાવ્યો હતો. પરિસ્થિતિ પર કાબૂ મેળવવા સુરક્ષાકર્મીઓએ અશ્રુવાયુના સેલ છોડવા પડ્યા હતા.

વોટ ચોરી મુદ્દે રાહુલ ગાંધીનો પ્રહાર

 ગોવાના મડગાંવમાં જાહેર સભા સંબોધતાં રાહુલ ગાંધીએ ભાજપ અને ચૂંટણી પંચ પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે દાવો કર્યો કે ભાજપ નેતાઓએ તેમની સામે ૪૫થી વધુ માનહાનિના કેસ કર્યા છે, પરંતુ 'વોટ ચોરી'ના આક્ષેપો બદલ એક પણ કેસ કરવાની તેમની હિંમત થઈ નથી.

ધોરાજીમાં તંત્રની ઘોર લાપરવાહી

રાજકોટના ધોરાજીમાં સરકારી તંત્રની શરમજનક બેદરકારી સામે આવી છે. વર્ષ ૨૦૧૯માં દિવ્યાંગો માટે ફાળવાયેલી કરોડો રૂપિયાની સહાય સામગ્રી ભગવતસિંહજી હાઈસ્કૂલના શૌચાલય પાસે ૭ વર્ષથી કાટ ખાઈ રહી છે. આ મામલે કોંગ્રેસે તંત્રની આકરી ઝાટકણી કાઢી છે.

દશેરાએ ફાફડા-જલેબી મોંઘા

આ દશેરાએ અમદાવાદીઓને ફાફડા અને જલેબી ખાવા માટે ખિસ્સા વધુ ઢીલા કરવા પડશે. કાચા માલના ભાવ વધતાં કિલોએ ₹૫૦ થી ₹૧૦૦નો વધારો થયો છે. બજારમાં ફાફડા ₹૭૦૦ થી ₹૧૫૦૦ અને જલેબી ₹૮૦૦ થી ₹૧૪૦૦ના ભાવે વેચાઈ રહી છે.

આ સમાચાર શેર કરો