Video: પૂર્વ આરોગ્ય મંત્રી અને NCP નેતા રાજેશ ટોપેએ માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું

સોર્સ: gstv

મહારાષ્ટ્રના જાલનામાં પૂર્વ આરોગ્ય મંત્રી અને NCP નેતા રાજેશ ટોપેએ માનવતાનું ઉદાહરણ પૂરંત પાડ્યું છે. રસ્તા પરથી પસાર થઈ રહ્યા હતા તે દરમિયાન તેમની નજર અકસ્માતનો ભોગ બનેલા લોકો પર પડી હતી. રાજેશ ટોપેએ તાત્કાલિક પોતાનું વાહન રોક્યું હતું અને અકસ્માતગ્રસ્તોની મદદે પહોંચ્યા હતા. તેમણે ઘાયલોની સ્થિતિ જાણી તેમને જરૂરી મદદ પૂરી પાડવા પ્રયાસ કર્યો હતો. મુશ્કેલીના સમયે નેતાએ માનવતાભર્યો અભિગમ દાખવ્યો હતો.

આ સમાચાર શેર કરો

જાહેરાત