Video: રાજસ્થાનના અનુપગઢ રેલવે ટ્રેક પાસેથી ધરપકડ કરાયેલા આરોપીઓની પૂછપરછના આધારે વધુ બે બોમ્બ જપ્ત કર્યા

સોર્સ: gstv

ઘટનાની વિગતો મુજબ 3 નવેમ્બરના રોજ રેલવે ટ્રેક પર વિસ્ફોટ થયો હતો. આ પ્રકરણમાં પકડાયેલા આરોપીઓની પૂછપરછના આધારે પોલીસે આજે રેલવે ટ્રેક પાસેથી બે બોમ્બ કબ્જે કર્યા હતા. જેમાં એક વિસ્ફોટક સામગ્રી અગાઉથી જ નિષ્ક્રિય હતી, જ્યારે અન્ય સક્રિય બોમ્બને 'બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડની વિશેષ મદદથી સુરક્ષિત રીતે નિષ્ક્રિય કરવામાં આવ્યો હતો અને તેનો સફળતાપૂર્વક નિકાલ કરાયો હતો. શ્રી ગંગાનગરના એએસપી અને તપાસ અધિકારી નિતિન ચૌધરીએ આ સમગ્ર કાર્યવાહીની પુષ્ટિ કરતા જણાવ્યું હતું કે સુરક્ષા દળોએ સમયસર કાર્યવાહી કરીને મોટી દુર્ઘટના ટાળી છે અને આ મામલે આગળની કડીઓ જોડવા માટે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત