Video: ઉત્તર પ્રદેશમાં શ્રીકૃષ્ણ જન્મભૂમિને લઈને રાજકીય નિવેદનબાજી તેજ, કેશવ પ્રસાદ મૌર્યનો અખિલેશ યાદવને પડકાર

સોર્સ: gstv

ઉત્તર પ્રદેશના નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્યએ મથુરામાં શ્રીકૃષ્ણ જન્મભૂમિને લઈને નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે અયોધ્યા થઈ ગઈ છે, હવે મથુરાનો વારો છે. મૌર્યએ સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવને પડકાર ફેંકતા કહ્યું કે જો તેઓ સાચા કૃષ્ણભક્ત હોય તો શ્રીકૃષ્ણ જન્મભૂમિ માટે કારસેવામાં જોડાવા મથુરા આવે. તેમણે પોતે પણ અખિલેશ સાથે કારસેવામાં જોડાવાની તૈયારી દર્શાવી હતી. ભાજપના બે દિવસીય ચિંતન શિબિર બાદ પત્રકારો સાથેની વાતચીતમાં તેમણે 2027ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપ 60 ટકા મતના વિશ્વાસ સાથે જનતા વચ્ચે જશે તેવો દાવો કર્યો હતો.

આ સમાચાર શેર કરો

જાહેરાત