Video: ઓડિશાના સંબલપુરમાં જળાશયમાં માછલી પકડવા ગયેલા 52 વર્ષીય આધેડનું ડૂબી જવાથી મોત

સોર્સ: gstv

ઓડિશાના સંબલપુર જિલ્લામાંથી એક દુઃખદ ઘટના સામે આવી છે. દુર્ગાપાલી વિસ્તારમાં આવેલી સંબલપુર મ્યુનિસિપલ કોર્પોરેશન ઓફિસની પાછળના જળાશયમાં માછલી પકડતી વખતે 52 વર્ષીય કંથા મુંડા નામના વ્યક્તિનો પગ લપસતા તેઓ ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકોએ તંત્રને જાણ કરી હતી. માહિતી મળતા જ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી અને રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી જળાશયમાંથી મૃતદેહને બહાર કાઢ્યો હતો. હાલ પોલીસે મૃતદેહનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત