Video: વિશ્વપ્રસિદ્ધ શ્રી બદ્રીનાથ ધામના કપાટ વૈદિક મંત્રોચ્ચાર અને પરંપરાગત વિધિ-વિધાન સાથે શિયાળાની ઋતુ માટે બંધ કરાઈ

કપાટ બંધ થવાના આ પાવન અવસરે મંદિર પરિસરમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા. દ્વાર બંધ કરવામાં આવ્યા તે પહેલાં મંદિરની અંદર તમામ નિર્ધારિત ધાર્મિક વિધિઓ શ્રદ્ધાપૂર્વક સંપન્ન કરવામાં આવી હતી. પરંપરાગત રીતિ-રિવાજો અનુસાર સૌપ્રથમ ગર્ભગૃહમાં દેવી લક્ષ્મીની સ્થાપના કરવામાં આવી હતી અને ત્યારબાદ ભગવાન બદ્રી વિશાલના મુખ્ય દ્વાર શિયાળાના છ માસ માટે બંધ કરી દેવામાં આવ્યા હતા. આ પવિત્ર ક્ષણના સાક્ષી બનવા માટે દેશભરમાંથી આવેલા ભક્તોએ ભાવુક થઈને ભગવાનના દર્શનનો લ્હાવો લીધો હતો.
જાહેરાત














