Video: ઓડિશાના ભુવનેશ્વરમાં નોકરીની સુરક્ષા મુદ્દે ભૂખ હડતાળ પર ઉતરેલા ૧૫ વીજ કર્મચારીઓ કફન ઓઢી વિરોધ

ઓડિશાના ભુવનેશ્વરથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં પાંચ દિવસથી ભૂખ હડતાળ પર બેઠેલા ૧૫ વીજ કરાર કર્મચારીઓની તબિયત લથડતાં તેઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. નોકરીની સુરક્ષા અને છૂટા કરાયેલા કર્મચારીઓને પુનઃસ્થાપિત કરવાની માંગ સાથે વિરોધ પ્રદર્શન કરી રહેલા આ કર્મચારીઓએ કફન ઓઢીને અનોખો પ્રતીકાત્મક વિરોધ નોંધાવ્યો હતો. હડતાળના પાંચમા દિવસે કર્મચારીઓની સ્થિતિ વધુ નાજુક બનતાં આંદોલન વધુ ઉગ્ર બન્યું છે. કર્મચારીઓનું કહેવું છે કે જો તેમની વ્યાજબી માંગણીઓ સંતોષવામાં નહીં આવે તો તેઓ પોતાનું આંદોલન ચાલુ રાખશે, જ્યારે આ ઘટનાને પગલે સ્થાનિક તંત્ર અને વિભાગમાં ભારે દોડધામ મચી ગઈ છે.
જાહેરાત







