Video: ઓડિશાના જાજપુરમાં બસ-ટ્રક અકસ્માત

ઓડિશાના જાજપુરમાં યાત્રાળુઓથી ભરેલી બસ અકસ્માતનો ભોગ બની છે. પશ્ચિમ બંગાળથી પુરી જઈ રહેલી યાત્રાળુઓની બસ રસ્તા પર ઉભેલા ટ્રક સાથે અથડાઈ હતી. અકસ્માતમાં અનેક મુસાફરો ઈજાગ્રસ્ત થયા હોવાની માહિતી સામે આવી છે. ટક્કર એટલી ગંભીર હતી કે બસમાં સવાર મુસાફરોમાં અફરાતફરી મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ રાહત અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
જાહેરાત







