Video: મણિપુરમાં હિંસાને કારણે હાઈકોર્ટે પ્રક્રિયા પર રોક લગાવી

સોર્સ: gstv

વંશીય હિંસા અને મોટા પાયે લોકોના વિસ્થાપન વચ્ચે, મણિપુર હાઈકોર્ટે રાજ્યમાં વસ્તી ગણતરી પ્રક્રિયા પર ૩૦ એપ્રિલ ૨૦૨૭ સુધી રોક લગાવી દીધી છે. મુખ્ય ન્યાયાધીશ એમ. સુંદરના નેતૃત્વ હેઠળની ખંડપીઠે કેન્દ્ર સરકાર તેમજ ભારતના રજિસ્ટ્રાર જનરલ અને વસ્તી ગણતરી કમિશનરને આદેશ આપ્યો છે કે તેઓ વસ્તી ગણતરી અંગે ઉઠાવવામાં આવેલા તમામ વાંધાઓ અને અરજીઓ પર વિચાર કરે અને ૩૦ એપ્રિલ ૨૦૨૭ સુધીમાં અંતિમ નિર્ણય લે. કોર્ટે આ ચુકાદો કાંગલેઈપાક સ્ટુડન્ટ્સ એસોસિએશન, ઇન્ટરનેશનલ પીસ એન્ડ સોશિયલ એડવાન્સમેન્ટ અને અન્ય દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીઓની સુનાવણી દરમિયાન આપ્યો હતો. આ અરજીઓમાં રાજ્યમાં થયેલા વસ્તીવિષયક ફેરફારો અને હિંસાને પરિણામે લોકોના વિસ્થાપન અંગે ગંભીર ચિંતાઓ વ્યક્ત કરવામાં આવી છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત