Video: કરોડો PF ખાતાધારકો માટે મોટી ખુશખબર.. મિનિમમ બેલેન્સ 25 ટકાથી ઘટાડી 10 ટકા કરાયું

એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશનના સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝ દ્વારા ગુરુવારે સભ્યોના હિતમાં અનેક મહત્ત્વપૂર્ણ નિર્ણયોને મંજૂરી આપવામાં આવી છે. EPFOના સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝે સભ્યોના હિતમાં અનેક મહત્ત્વપૂર્ણ ફેરફારોને મંજૂરી આપી છે. હવે નિવૃત્તિ સમયે સભ્યો આખી PFની રકમ એકસાથે ઉપાડવાને બદલે સિસ્ટમેટિક વિથડ્રોઅલ પ્લાન હેઠળ નિયમિત હપ્તામાં મેળવી શકશે. આ ઉપરાંત, ખાતામાં જાળવી રાખવાની લઘુત્તમ બેલેન્સ મર્યાદા 25 ટકાથી ઘટાડીને 10 ટકા કરવામાં આવી છે. બેરોજગારી બાદ PFના અંતિમ સેટલમેન્ટ માટેનો સમયગાળો પણ 12 મહિનાથી ઘટાડીને માત્ર બે મહિના કરવામાં આવ્યો છે.
જાહેરાત








