Video: હવે 3 વર્ષ સુધી નહીં કરાવવું પડે PUC સર્ટિફિકેટ રિન્યુ, સરકારે બદલ્યા નિયમ

સોર્સ: gstv

નવા નિયમ મુજબ, છ વર્ષથી ઓછા જૂના BS સિક્સ ધોરણ ધરાવતા ખાનગી વાહનો માટે PUC સર્ટિફિકેટ હવે ત્રણ વર્ષ સુધી માન્ય રહેશે. આનાથી વાહનમાલિકોને વારંવાર PUC સેન્ટર જઈને સર્ટિફિકેટ રિન્યુ કરાવવાની ઝંઝટમાંથી મોટી રાહત મળશે. સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે 13 નવેમ્બરે આ સુધારેલા નિયમોની સૂચના જારી કરી છે. આ ફેરફારો સેન્ટર મોટર વ્હીકલ્સ 2026 નિયમ હેઠળ કરવામાં આવ્યા છે, જે મોટર વાહન અધિનિયમ 1988 હેઠળ આવે છે અને સત્તાવાર રાજપત્રમાં પ્રસિદ્ધ થતાની સાથે જ લાગુ થઈ ગયા છે. આ નિયમોનો મુખ્ય હેતુ ઉત્સર્જન ધોરણો અને વાહનની ઉંમર મુજબ માન્યતા નક્કી કરવાનો છે. જેમાં BS સિક્સ ખાનગી વાહનોને સૌથી વધુ ફાયદો થશે, જ્યારે જૂના વાહનો માટે અગાઉની જેમ ઓછા સમયગાળામાં PUC રિન્યુ કરાવવું ફરજિયાત રહેશે.

આ સમાચાર શેર કરો

જાહેરાત