Video: હિમાચલ પ્રદેશના સિરમૌરમાં શ્રી રેણુકાજી મેળાનો પ્રારંભ

સોર્સ: gstv

હિમાચલ પ્રદેશના સિરમૌરમાં છ દિવસીય આંતરરાષ્ટ્રીય કક્ષાના શ્રી રેણુકાજી મેળાનો ભવ્ય પ્રારંભ થયો છે. આ પ્રસંગે રાજ્યના નાયબ મુખ્યમંત્રી મુકેશ અગ્નિહોત્રી ઉપસ્થિત રહ્યા હતા. શ્રી રેણુકાજી મેળો હિમાચલ પ્રદેશની ધાર્મિક અને સાંસ્કૃતિક પરંપરાનું મહત્વપૂર્ણ પ્રતીક છે. મેળામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓ ઉમટી રહ્યા છે. છ દિવસ દરમિયાન વિવિધ ધાર્મિક, સાંસ્કૃતિક અને પરંપરાગત કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. આ મેળાને લઈને સમગ્ર વિસ્તારમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત