Video: હિમાચલ પ્રદેશના મંડી જિલ્લામાં ભીષણ માર્ગ અકસ્માત: ૨૫૦ મીટર ઊંડી ખીણમાં કાર ખાબકતા ૬ યુવાનોના કરુણ મોત

સોર્સ: gstv

તમામ યુવાનો એક કાર્યક્રમમાંથી પરત ફરી રહ્યા હતા તે દરમિયાન જોગીન્દર નગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં તેમની કાર લગભગ ૨૫૦ મીટર ઊંડી ખીણમાં ખાબકી હતી. આ દુર્ઘટના અંગે મોડા જાણ થઈ હતી કારણ કે ઘટનાસ્થળની આસપાસ કોઈ માનવીય અવરજવર કે રહેણાંક મકાનો નહોતા. મંડીના એસપી વિનોદ કુમારે જણાવ્યું હતું કે તમામ મૃતકોની ઉંમર ૨૧ વર્ષથી ઓછી છે. પોલીસ ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને વાહન ખીણમાં કેવી રીતે પડ્યું તે અંગે ઝીણવટભરી તપાસ શરૂ કરવામાં આવી છે. આ ગોઝારી ઘટનાને કારણે મૃતકોના પરિવારજનોમાં ભારે આક્રંદ છવાઈ ગયો છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત