Video: ઓડિશા તરફ ફંટાયું વાવાઝોડું 'અકવાન', બંગાળમાં ભારે વરસાદની આશંકા

સોર્સ: gstv

બંગાળની ખાડીમાં સર્જાયેલા અકવાન વાવાઝોડાએ પોતાનો માર્ગ બદલ્યો છે. હવે આ વાવાઝોડું આંધ્રપ્રદેશના નરસાપુરથી ઓડિસાના પુરી વચ્ચે ત્રાટકવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. આ ચક્રવાતના પ્રભાવ હેઠળ પશ્ચિમ બંગાળમાં ૧૯થી ૨૧ નવેમ્બર દરમિયાન ભારેથી અતિ ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. હવામાન વિભાગે પૂર્વ અને પશ્ચિમ મેદિનીપુર જિલ્લામાં અતિ ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કર્યું છે, જ્યારે દક્ષિણ ૨૪ પરગણા, હાવડા, ઝારગ્રામ અને બાંકુડામાં ભારે વરસાદના એંધાણ છે. આ સાથે જ કોલકાતામાં પણ ત્રણ દિવસ સુધી વરસાદ અને ૩૦થી ૪૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. વાવાઝોડાને પગલે રાજ્ય વહીવટી તંત્ર પૂરતું સતર્ક છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં ખાસ સાવચેતી રાખવામાં આવી રહી છે અને માછીમારોને ૧૯ અને ૨૦ નવેમ્બરે દરિયામાં ન જવા સૂચના અપાઈ છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત