Video: હિમાચલમાં પેન્શનરોનું આંદોલન

હિમાચલ પ્રદેશમાં પેન્શનરો પોતાની વિવિધ માંગણીઓને લઈને આંદોલનના માર્ગે ઉતર્યા છે. શિમલા સહિત રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં પેન્શનરોએ ધરણા યોજી સરકાર સામે વિરોધ નોંધાવ્યો હતો. પેન્શનરોનું કહેવું છે કે તેમની લાંબા સમયથી પડતર માંગણીઓનો હજુ સુધી ઉકેલ આવ્યો નથી. પોતાની માંગણીઓ સ્વીકારવામાં આવે તે માટે સંયુક્ત એક્શન કમિટી અને પેન્શનર વેલફેર એસોસિએશનના આગેવાનો પણ આ વિરોધમાં જોડાયા હતા. આંદોલનકારીઓએ સરકાર સમક્ષ વહેલી તકે માંગણીઓ પૂર્ણ કરવાની રજૂઆત કરી હતી. માંગણીઓનો ઉકેલ નહીં આવે તો આંદોલન વધુ તેજ કરવાની ચીમકી પણ આપવામાં આવી છે.
જાહેરાત







