Video: છત્તીસગઢ શરાબ કૌભાંડ: પૂર્વ મુખ્યમંત્રી ભૂપેશ બઘેલના પુત્ર ચૈતન્ય બઘેલની કરોડોની સંપત્તિ પર EDની નોટિસ

સોર્સ: gstv

છત્તીસગઢના બહુચર્ચિત શરાબ કૌભાંડ કેસમાં EDએ તપાસનો ગાળિયો વધુ મજબૂત કર્યો છે. EDની ટીમે છત્તીસગઢના દુર્ગ ખાતે મોટી કાર્યવાહી કરતા ચૈતન્ય બઘેલ સાથે જોડાયેલી કરોડો રૂપિયાની સંપત્તિને કામચલાઉ ધોરણે ટાંચમાં લેવા અંગેની સત્તાવાર નોટિસ લગાવી દીધી છે. મની લોન્ડરિંગ એક્ટ હેઠળ હાથ ધરવામાં આવેલી આ કાર્યવાહીમાં આ મિલકતો જપ્ત કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. શરાબ કૌભાંડમાં ગેરકાયદેસર રીતે એકત્ર કરાયેલા નાણાંનો આ સંપત્તિઓમાં ઉપયોગ થયો હોવાની આશંકાના આધારે તપાસ એજન્સીએ આ મોટું પગલું ભર્યું છે. અને આગામી દિવસોમાં આ કેસમાં વધુ મોટા ખુલાસા થવાની શક્યતા સેવાઈ રહી છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત