Video: યમુના એક્સપ્રેસવે પર ચાલતી બસ ભડકે બળી

ઉત્તર પ્રદેશના મથુરા જિલ્લામાં યમુના એક્સપ્રેસવે પર રાયા કટ નજીક એક મુસાફર બસમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. જોતજોતામાં આખી બસ આગની લપેટમાં આવી ગઈ હતી. જોકે, ડ્રાઈવરની સમયસૂચકતા અને તાત્કાલિક બચાવ કામગીરીને કારણે બસમાં સવાર તમામ ૪૦ મુસાફરોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતા જ ફાયર બ્રિગેડની ટીમે સ્થળ પર પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો. સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી.
જાહેરાત






