Video: દિલ્હી-એનસીઆરના પ્રદૂષણથી છૂટકારો મેળવવા પ્રવાસીઓ હિમાચલના પહાડો તરફ, તાજી બરફવર્ષા શરૂ.

સોર્સ: gstv

દિલ્હી-એનસીઆરમાં વધી રહેલા વાયુ પ્રદૂષણ અને ગંભીર સ્થિતિના કારણે લોકો હવે રાહત મેળવવા માટે હિમાચલ પ્રદેશના શાંત અને સુંદર પહાડો તરફ પ્રયાણ કરી રહ્યા છે.દિલ્હી, હરિયાણા સહિતના પડોશી રાજ્યોમાંથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ મનાલી અને લાહોલ-સ્પિટી પહોંચી રહ્યા છે, જેથી તેઓ શુદ્ધ હવા અને કુદરતી વાતાવરણનો આનંદ માણી શકે.પ્રવાસીઓની આ ભીડને કારણે પ્રવાસન સ્થળો પર ફરીથી રોનક જોવા મળી રહી છે.

હિમાચલ પ્રદેશમાં હવામાન અચાનક પલટાયું છે અને રાજ્યના ઊંચાઈવાળા વિસ્તારોમાં સુંદર હિમવર્ષાનો દોર શરૂ થઈ ગયો છે.પ્રસિદ્ધ રોહતાંગ અને અને મરહી વિસ્તારમાં તાજી બરફવર્ષા થઈ છે, જેના કારણે ચારેય બાજુ સફેદ બરફની ચાદર પથરાઈ ગઈ છે.આ ઉપરાંત, સિરમૌર અને શિમલા જિલ્લાની સરહદે આવેલ પ્રખ્યાત ચૂડધાર ધામમાં પણ આ સિઝનની પહેલી હિમવર્ષા નોંધાઈ છે, જે નયનરમ્ય દ્રશ્યો સર્જે છે. અને પ્રવાસીઓએ જાણે સ્વિર્ટઝર્લેન્ડમાં આવ્યા હોય તેવો અનુભવ કરતા જોવા મળ્યા

જાહેરાત

પહાડો પર થયેલી આ હિમવર્ષાના કારણે સમગ્ર ક્ષેત્રમાં તાપમાનનો પારો ગગડી ગયો છે અને ઠંડીનું મોજું ફરી વળ્યું છે.મનાલી અને લાહોલ-સ્પિટીના ઊંચા વિસ્તારોમાં પ્રચંડ ઠંડી છતાં પ્રવાસીઓ આ ખુશનુમા વાતાવરણનો ભરપૂર આનંદ ઉઠાવી રહ્યા છે.કુદરતનું આ અદ્ભુત સ્વરૂપ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે, જો કે પ્રશાસન દ્વારા પણ આવનારા પ્રવાસીઓની સુરક્ષા માટે યોગ્ય વ્યવસ્થાઓ પર ભાર મૂકવામાં આવી રહ્યો છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત