Video: ચંડીગઢમાં હેડ કોન્સ્ટેબલ ગુરમંગલ સિંહના મોતની ઘટના સામે આવી

ચંડીગઢમાં પોલીસ વિભાગ સાથે જોડાયેલા હેડ કોન્સ્ટેબલ ગુરમંગલ સિંહના મોતની ઘટના સામે આવી છે. પ્રાથમિક માહિતી મુજબ, હેડ કોન્સ્ટેબલ ગુરમંગલ સિંહે પોતાની લાઇસન્સવાળી પિસ્તોલથી પોતાને ગોળી મારી હતી. ઘટનાને પગલે પોલીસ વિભાગમાં ચકચાર મચી ગઈ છે. બનાવની જાણ થતાં પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે અને ઘટનાના કારણો જાણવા પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
જાહેરાત







