Video: દિલ્હીમાં પ્રદૂષણની ગંભીર સ્થિતિ: રીઅલ-ટાઈમ ડેટા છતાં નિર્ણય લેવામાં થતો વિલંબ

સોર્સ: gstv

રાજધાની દિલ્હીમાં હવાની ગુણવત્તા દર કલાકે બદલાઈ રહી છે, જેના કારણે પ્રદૂષણનું સ્તર ચિંતાજનક બન્યું છે. દિલ્હીમાં ૫૯ વાયુ ગુણવત્તા નિરીક્ષણ કેન્દ્રો રીઅલ-ટાઈમ આંકડા આપે છે, તેમ છતાં સરકારી તંત્ર તાત્કાલિક પગલાં ભરવાને બદલે છેલ્લા ૨૪ કલાકના સરેરાશ આંકડાના આધારે નિર્ણયો લે છે. ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાન હેઠળ પ્રતિબંધો લાદવામાં થતા વિલંબને કારણે ઘણીવાર નિર્ણય લેવાય ત્યાં સુધીમાં હવામાન બદલાઈ જાય છે. ગુરુવારે બપોરે પવનની ગતિ ધીમી પડતાં સ્મોગની ગાઢ ચાદર છવાઈ ગઈ હતી. આઈક્યુએ ના આંકડા મુજબ, બપોરે સાડા ત્રણ વાગ્યે ડિફેન્સ કોલોનીનો AQI ૫૬૫ અને પંજાબી બાગનો AQI ૫૫૯ સુધી પહોંચી ગયો હતો. ઝેરી હવાને કારણે લોકોને ગૂંગળામણ, આંખોમાં બળતરા અને શ્વાસ લેવામાં ભારે તકલીફનો સામનો કરવો પડ્યો હતો.

આ સમાચાર શેર કરો

જાહેરાત