હરિદ્વાર જતી કારની ડિવાઈડર સાથે ભયાનક ટક્કર,5 લોકો જીવતા ભડથું

ઉત્તર પ્રદેશથી એક ગમખ્વાર અકસ્માતના અહેવાલ સામે આવ્યા છે. અહીં મુજફ્ફરનગરથી હરિદ્વાર જતી કાર તિતાવી પોલીસ સ્ટેશનની હદમાં બેકાબૂ થઇને ડિવાઇડર સાથે ભટકાઈ હતી. અકસ્માત સર્જાતા જ કાર અગનગોળો બની જતા કોઈને બચવાનો મોકો ન મળ્યો અને 5 મુસાફરોના સળગી જતા મોત નીપજ્યા હતા.
માહિતી અનુસાર આ તમામ મુસાફરો હરિયાણાના હરિદ્વાર જતા હતા. રસ્તામાં કારચાલકે નિયંત્રણ ગુમાવતા કાર બેકાબૂ થઈને ડિવાઈડર સાથે ધડાકાભેર ભટકાઈ હતી. જેના બાદ કાર અગનગોળો બની જતા તમામ મુસાફરો ભૂંજાઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં જ સ્થાનિકો મદદ માટે દોડી આવ્યા હતા પરંતુ કોઇને બચાવી ના શકાયા. હાલમાં પોલીસ ઘટનાની તપાસ કરી રહી છે અને મૃતકોની ઓળખ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી
જાહેરાત





