દાદાની મિલકતમાં પૌત્રનો હક કેટલો? 29 વર્ષ જૂના કેસમાં સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક અને ચોંકાવનારો ચુકાદો!

ચૂંટણી કમિશનરોને મળેલા આજીવન રક્ષણ સામે સુપ્રીમ કોર્ટ લાલઘૂમ: મોદી સરકાર અને ચૂંટણી પંચને ફટકારી નોટિસ
તસવીર: gstv
આ સમાચાર સાંભળો

દાદાની મિલકતમાં પૌત્રનો દાવો કેટલો કાયદેસર ગણાય, તે અંગે સુપ્રીમ કોર્ટે એક ઐતિહાસિક ચુકાદામાં સ્થિતિ સંપૂર્ણપણે સ્પષ્ટ કરી દીધી છે. દેશની સર્વોચ્ચ અદાલતે સાફ શબ્દોમાં જણાવ્યું છે કે પિતાને વારસામાં મળેલી મિલકતમાંથી તે પોતાની મરજીથી પોતાના દીકરાને (પૌત્રને) બહાર રાખી શકે છે.

સુપ્રીમ કોર્ટે પોતાના ચુકાદામાં સ્પષ્ટતા કરી છે કે કોઈપણ વ્યક્તિ પોતાના પિતાની પૈતૃક કે સ્વ-અર્જિત મિલકતમાં મળેલા પોતાના હિસ્સાનો સંપૂર્ણ માલિક બની જાય છે અને તે તેના પર પૂર્ણ અધિકાર ધરાવે છે. તેથી તે પિતા પોતાની હયાતીમાં પોતાના પુત્રોને પણ તે મિલકતમાંથી બાકાત રાખી શકે છે.

જાહેરાત

શું હતો સમગ્ર મામલો?

અદાલતમાં છેલ્લા 29 વર્ષથી ચાલી રહેલી લાંબી કાનૂની લડાઈનો અંત લાવતાં આ મહત્ત્વપૂર્ણ ફેંસલો સંભળાવવામાં આવ્યો છે. જસ્ટિસ ઓગસ્ટિન જ્યોર્જ મસીહ અને જસ્ટિસ સુનીતા અગ્રવાલની સંયુક્ત ખંડપીઠે પિતાની મિલકતના ભાગલા પાડવા માટે પુત્ર દ્વારા દાખલ કરાયેલી અરજી ફગાવી દીધી હતી. પુત્રએ વર્ષ 1997માં કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે આ મિલકત પૈતૃક કે સંયુક્ત હિન્દુ પરિવારની હોવાથી તેમાં તેનો જન્મસિદ્ધ હક છે.

પૌત્રને દાવો કરવાનો અધિકાર શા માટે ન મળ્યો?

સુપ્રીમ કોર્ટે 'હિન્દુ ઉત્તરાધિકાર અધિનિયમ, 1956'ની જોગવાઈઓનું વિશ્લેષણ કરતાં મહત્ત્વના મુદ્દા સ્પષ્ટ કર્યા હતા. અદાલતે જણાવ્યું કે હિન્દુ ઉત્તરાધિકાર કાયદા હેઠળ પૌત્રને 'ક્લાસ-1' વારસદાર ગણવામાં આવતો નથી, તેથી તે સીધો પોતાના દાદાની મિલકતમાં હિસ્સાની માંગણી કરી શકે નહીં. કાયદાની કલમ 8નો હવાલો આપતાં બેન્ચે જણાવ્યું કે એક પુત્ર પોતાના પિતા તરફથી વારસામાં મળેલી સંપત્તિનો પૂર્ણ માલિક બને છે, જ્યારે તેના પોતાના પુત્રનો (પૌત્રનો) તે મિલકત પર જન્મથી કોઈ કાનૂની અધિકાર રહેતો નથી.

પિતાની હયાતીમાં અન્ય કોઈને નથી મળતો દાવો કરવાનો હક

સર્વોચ્ચ અદાલતે ઉત્તરાધિકારના નિયમોની ગહન સમજણ આપતાં જણાવ્યું હતું કે, 'ક્લાસ-1'ના વારસદારો એકસાથે મિલકતના હકદાર બને છે અને તેમની હયાતીમાં અન્ય કોઈ શ્રેણીના વારસદારને દાવો કરવાનો અધિકાર મળતો નથી. કાયદાની અનુસૂચિના 'ક્લાસ-1'માં પૌત્રનો (પુત્રના પુત્ર તરીકે) વારસદાર તરીકે કોઈ ઉલ્લેખ નથી, જેના કારણે દાદાની મિલકત પર પૌત્રનો સીધો અધિકાર બનતો નથી. વર્ષ 1956ના કાયદામાં હિન્દુ પર્સનલ લો હેઠળ પૌત્રને પોતાના પિતા જીવિત હોય ત્યાં સુધી દાદાની સંપત્તિમાં હિસ્સો માંગવાનો કોઈ અધિકાર આપવામાં આવ્યો નથી. કલમ 8 એક સ્વતંત્ર જોગવાઈ છે, જે વસિયતનામું કર્યા વિના અવસાન પામનાર હિન્દુ પુરુષની સંપત્તિના હસ્તાંતરણને નિયંત્રિત કરે છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત