Video: દેશના 13 રાજ્યોમાં હવામાન પલટાશે, IMDની વાવાઝોડા અને હિમવર્ષાની આગાહી

સોર્સ: gstv

ભારતીય હવામાન વિભાગે 9 નવેમ્બરથી દેશના 13 રાજ્યોમાં હવામાન બદલાવાની ચેતવણી આપી છે. દક્ષિણ, પૂર્વ અને ઉત્તર-પૂર્વ ભારતના વિવિધ ભાગોમાં વરસાદ, વાવાઝોડું અને પહાડી રાજ્યોમાં ભારે હિમવર્ષા થવાની સંભાવના છે. કેટલીક જગ્યાએ પવનની ઝડપ 90 કિલોમીટર સુધી રહેવાની પણ આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે તમિલનાડુ, કેરળ, કર્ણાટક, આંધ્રપ્રદેશ અને પૂર્વોત્તરના ઘણા રાજ્યોમાં વરસાદને લઈને ચેતવણી આપી છે. તમિલનાડુ અને આસપાસના વિસ્તારોમાં આગામી ઘણા દિવસો સુધી વરસાદ ચાલુ રહી શકે છે. પહાડી રાજ્યોમાં પણ હવામાન સ્પષ્ટ રહેવાના એંધાણ ઓછા છે. જમ્મુ-કાશ્મીરમાં 10 નવેમ્બરથી હવામાન બદલાવાની સંભાવના છે અને 12 નવેમ્બરે કાશ્મીર ઘાટીમાં ભારે વરસાદ અથવા બરફવર્ષા થઈ શકે છે. બીજી તરફ દિલ્હી-NCR, પંજાબ, હરિયાણા અને ઉત્તર પ્રદેશના મેદાની વિસ્તારોમાં હાલમાં હવામાન શુષ્ક રહેવાનું અનુમાન છે. એવામાં દેશના અલગ-અલગ ભાગોમાં હવામાનની અસર અલગ-અલગ જોવા મળશે.

આ સમાચાર શેર કરો

જાહેરાત