Video: ગાઝિયાબાદની કંપનીમાં ભીષણ આગ

સોર્સ: gstv

ઉત્તરપ્રદેશના ગાઝિયાબાદના વિજયનગર ઔદ્યોગિક વિસ્તારમાં આવેલી નોવા પ્લાસ્ટ કંપનીમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. કંપનીમાં પ્લાસ્ટિકની ખુરશીઓ બનાવવા માટેનો કાચો માલ અને અન્ય પ્લાસ્ટિક સામગ્રીનો મોટો જથ્થો હોવાથી આગે થોડા જ સમયમાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી અને આગની ગંભીરતાને જોતા એક ડઝનથી વધુ ફાયર ટેન્ડર તૈનાત કરવામાં આવ્યા હતા. કંપનીમાં જ્વલનશીલ સામગ્રીનો મોટો જથ્થો હોવાથી આગ પર કાબૂ મેળવવામાં મુશ્કેલી પડી હતી.

આ સમાચાર શેર કરો

જાહેરાત