Video: ક્રિકેટર સૂર્યકુમાર યાદવે પીએમ મોદી સાથે કરી મુલાકાત, સૂર્યકુમાર સાથે રહેલી બાળકીએ કન્નડ ભાષામાં ગાઈ ગણેશ વંદના...

દિવાળીના પાવન માહોલમાં ભારતીય ક્રિકેટર સૂર્યકુમાર યાદવે પત્ની દેવિશા અને દીકરી રિદ્ધિમા સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી, જેનો એક સુંદર વીડિયો પીએમ મોદીએ સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. આ મુલાકાત દરમિયાન વડાપ્રધાને સૂર્યકુમારની દીકરી રિદ્ધિમાને પ્રેમથી પોતાના ખોળામાં લીધી હતી અને પરિવાર સાથે હૂંફાળી વાતચીત કરી હતી.પીએમ મોદીએ શેર કરેલા વીડિયોમાં ભારતીય ક્રિકેટર સૂર્યકુમાર યાદવ સાથે એક બાળકી જોવા મળી.અને આ બાળકીએ કન્નડ ભાષામાં ભગવાન ગણેશની વંદના કરી...જેમાં ભગવાન ગણેશના વિવિધ સ્વરૂપો અને મહિમાનું વર્ણન તેમજ ગણપતિના રત્નજડિત મુગટ અને આભૂષણોથી શોભતા દિવ્ય સ્વરૂપનું વર્ણન પણ કરવામાં આવ્યું છે.. વીડિયો શેર કરતા વડાપ્રધાને લખ્યું હતું કે, દિવાળીના માહોલમાં રામ અને સરયુનું આગમન થયું છે.
જાહેરાત






