Video: ભારતીય વાયુસેનાના IL-76 વિમાને લડાખના ૧૩,૭૦૦ ફૂટ ઊંચા ન્યોમામાં લેન્ડિંગ કરી ઇતિહાસ રચ્યો

સોર્સ: gstv

ભારતીય વાયુસેનાના વિશાળકાય IL 76MD હેવી-લિફ્ટ ટ્રાન્સપોર્ટ વિમાને પૂર્વ લદ્દાખના ન્યોમા એરબેઝ પર સફળતાપૂર્વક લેન્ડિંગ કરીને એક નવો ઇતિહાસ રચ્યો છે. દરિયાઈ સપાટીથી ૧૩ હજાર ૭૦૦ ફૂટની અતિશય ઊંચાઈએ આવેલું ન્યોમા, વિશ્વના સૌથી ઊંચા ફાઇટર સક્ષમ એરબેઝમાંથી એક છે. ન્યોમા એરબેઝ ભારત માટે અત્યંત મહત્વનું છે કારણ કે તે LAC ની નજીક ડેમચોક અને પેંગોંગ ત્સોના દક્ષિણ કિનારા જેવા સંવેદનશીલ વિસ્તારોની ખૂબ નજીક છે. લેહ અને થોઇસ જેવા એરફિલ્ડ સરહદથી દૂર હોવાથી ત્યાંથી સૈન્ય તૈનાતીમાં વધુ સમય લાગે છે. જ્યારે આ ફોરવર્ડ એરફિલ્ડથી સૈનિકો અને સામગ્રીની હિલચાલ ઝડપી બનશે, ઇમરજન્સી ઇવેક્યુએશનમાં મદદ મળશે અને સર્વેલન્સ ક્ષમતા પણ મજબૂત થશે.

આ સમાચાર શેર કરો

જાહેરાત