Video: હૈદરાબાદ: બેગમ બજારમાં ફટાકડાની ખરીદી માટે ગ્રાહકોની ભારે ભીડ

સોર્સ: gstv

દિવાળીના તહેવારને અનુલક્ષીને હૈદરાબાદના અગ્રણી વ્યાપારી વિસ્તાર બેગમ બજારમાં ફટાકડાની ખરીદી માટે લોકોનો ભારે રશ જોવા મળી રહ્યો છે. આ વિસ્તારમાં આવેલા જાણીતા શાંતિ ફાયરવર્ક્સના હોલસેલ ગોડાઉન બહાર સવારથી જ ગ્રાહકોની લાંબી લાઈનો લાગી છે. વાજબી ભાવે ફટાકડા મેળવવા માટે લોકો કલાકો સુધી રાહ જોઈ રહ્યા છે. વધતી ભીડના કારણે આસપાસના માર્ગો પર વાહનવ્યવહાર ધીમો પડ્યો છે, જ્યારે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસે પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત