Video: અયોધ્યાના ઘાટો હજારો દીવાઓથી સજાવવામાં આવ્યા

ઉત્તર પ્રદેશના અયોધ્યામાં આયોજિત થનારા ભવ્ય અને દિવ્ય દીપોત્સવ માટેની તમામ તૈયારીઓ આખરી તબક્કામાં પહોંચી ગઈ છે. રામ કી પૌડી સહિતના તમામ ઘાટોને હજારો-લાખો માટીના દીવાઓ અને આકર્ષક લાઈટોથી સજાવવામાં આવ્યા છે. આ વખતે ફરી એક નવો વર્લ્ડ રેકોર્ડ બનાવવાની નેમ સાથે સ્વયંસેવકો દ્વારા ઘાટો પર દીવાઓની સુંદર ગોઠવણી કરવામાં આવી રહી છે. સમગ્ર અયોધ્યા નગરીને સુશોભિત કરવામાં આવી છે અને સુરક્ષાના કડક બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યા છે. તહેવારના આ પાવન પ્રસંગે સમગ્ર અયોધ્યા શહેર ભક્તિમય અને રોશનીથી ઝળહળતા ઉત્સવી માહોલમાં ડૂબી ગયું છે.
જાહેરાત







